1
યહોવાએ મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવ, અને તારા વડે ભાંગી ગયેલી તકતીઓ ઉપર જે વચનો લખેલાં હતાં તે હું તેના પર લખીશ.
2 સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માંટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી ટોચ પર માંરી રાહ જોતો ઊભો રહેજે.
3 તારી સાથે કોઈએ ઉપર આવવાનું નથી. એટલું જ નહિ, પર્વત ઉપર કોઈ માંણસ નજરે પણ ચઢવો જોઈએ નહિ, અથવા તે પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે ઢોરઢાંખર પણ ચરતાં હોવા જોઈએ નહિ.”
4 તેથી મૂસાએ પ્રથમની તકતીઓનાં જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠયો અને યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે તેના હાથમાં તકતીઓ લઈને તે સિનાઈ પર્વત ઉપર ચઢી ગયો.
5 પછી યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ઊભા રહ્યા. અને પોતાનું નામ ‘યહોવા’ જાહેર કર્યુ.
6 ત્યારબાદ યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “હું યહોવા છું. હું દયાળુ અને કૃપાળુ દેવ છું. ક્રોધ કરવામાં મંદ અને કરૂણાથી ભરપૂર અને વિશ્વાસપાત્ર છું.
7 હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખું છું અને તેઓના પાપોની માંફી આપું છું. તેમ છતાં ગુનેગારને નિર્દોષ ઠરાવવા ના પાડું છું. અને પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી પુત્રો અને પૌત્રોને કરું છું!”
8 મૂસાએ એકદમ ભોંય પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા.
9 તેણે કહ્યું, “હે યહોવા, તમે કહો છો કે તમે માંરા પર પ્રસન્ન છો તે જો સત્ય હોય તો કૃપા કરી અમાંરી સાથે આવો. આ લોકો ગમે તેટલા હઠીલા હોય તો પણ તમે અમાંરો અધર્મ અને અમાંરાં પાપ માંફ કરો અને તમાંરાં પોતાના લોકો તરીકે અમાંરો સ્વીકાર કરો.”
10 યહોવાએ કહ્યું, “જુઓ, હું અત્યારે જ તમાંરી સાથે આ કરાર કરનાર છું. અગાઉ પૃથ્વી પર કોઈ પણ દેશમાં ન થયા હોય તેવા ચમત્કારો હું કરીશ. તારા લોકો તે જોશે કે હું, દેવ ખૂબ મહાન છું. હું જે તારા માંટે અદભુત કાર્યો કરીશ, તે લોકો જોશે.”
11 કરારનો તારો ભાગ આ છે કે તું માંરી સર્વ આજ્ઞાઓને આધીન થા. પછી હું તમાંરી વચ્ચેથી અમોરી, કનાની, હિત્તી, પરિઝઝી, હિવ્વી અને યબૂસી લોકોને હાંકી કાઢીશ.
12 પણ સાવધાન રહેજે. તું જે દેશમાં જાય છે, ત્યાંના વતનીઓ સાથે કરાર કરવો નહિ, નહિતર તેઓ તને જાળમાં ફસાવશે.
13 પણ યાદ રાખો, તમાંરે તેમની વેદીઓ તોડી પાડવાની છે, તેમના પૂજાસ્તંભો તોડી નાખવાના છે. અને તેઓની અશેરાહ દેવીની મૂર્તિઓ ભાંગી નાખવાની છે.
14 તમાંરે અન્ય કોઈ દેવોની પૂજા કરવી નહિ કારણ કે માંરું નામ યહોવા છે માંરું નામ હું એટલે કાનાહ છું-ઈર્ષાળુ દેવ.
15 “એ દેશના વતનીઓ સાથે કોઈ કરાર કરવો નહિ, નહિ તો તેઓ જયારે પોતાના દેવોને યજ્ઞ ચઢાવે, ત્યારે કદાચ તમને બોલાવે અને તમે એ યજ્ઞ ખાઓ.
16 કદાચ તમે તમાંરાં પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવો અને એ કન્યાઓ વ્યભિચારીની જેમ પોતાના દેવોની પૂજા કરે ત્યારે તમાંરા પુત્રોને પણ એ રસ્તે ચઢાવી દે અને પૂજા કરાવે. પછી તારા પુત્રો તેઓની પત્નીઓના દેવોની ઉપાસના કરીને માંરી વિરુદ્ધ પાપ આચરશે.
17 “તેઓની મૂર્તિઓ સાથે કોઈ સંબંધ હોય નહિ, તેથી તમાંરે તે દેવોની મૂર્તિઓ બનાવવી નહિ.
18 “મેં તમને આજ્ઞા કરી છે તે મૂજબ સાત દિવસ સુધી તમાંરે આબીબ મહિનામાં નક્કી કરેલ સમયે ખમીર વગરની રોટલી ખાવી. અને તમાંરે ખમીર વગરની રોટલીનો ઉત્સવ પાળવો; કારણ કે આબીબ મહિનામાં તમે મિસર દેશમાંથી બહાર નીકળ્યા હતા.
19 “બધાં પ્રથમ પ્રસવનાં સંતાન માંરાં છે; તમાંરા પશુઓનાં બધા પહેલા વેતરના નર માંરા છે, પછી એ ગાયનો હોય કે બકરીનો હોય.
20 જો તમે ગધેડાના પ્રથમ બચ્ચાંને રાખવા માંગતા હોય તો તેને બદલે હલવાન આપીને તેને ખરીદી શકાય. જો તું તેને ખંડી લેવા ના ઈચ્છતો હોય તો તેની ડોક ભાંગી નાખવી, અને તારા બધા જ પ્રથમજનિત પુત્રોને તારે ખંડી લેવાના છે. ભેટ લાવ્યા વિના કોઈએ માંરી સમક્ષ ખાલી હાથે આવવું નહિ.
21 “છ દિવસ તમાંરે ખેડવાનું કે વાવણીનું કામ કરવું. સાતમાં દિવસે વિશ્રામ કરવો. માંત્ર છ દિવસ કામ કરવું અને સાતમે દિવસે આરામ પાળવો.
22 “તમાંરે અઠવાડિયાનો પર્વ ઊજવવો. આ પર્વ માંટે ધઉંનો પ્રથમ ફળ અને શરદ ઋતુમાં કાપણી નો પર્વ ઊજવવો.
23 “પ્રત્યેક વર્ષમાં ત્રણ વાર ઇસ્રાએલના સર્વ પુરુષો અને સંતાનોએ ઇસ્રાએલના દેવ યહોવા સમક્ષ ઉપસ્થિત થવું.
24 “પ્રતિવર્ષ ત્રણ વાર તમે તમાંરા દેવ યહોવાના દર્શને જાઓ અને તે વખતે તમાંરા દેશ પર કોઈ આક્રમણ કરશે નહિ અને તેને જીતી લેશે નહિ. કારણ, તમાંરી ભૂમિ પરથી હું બીજી પ્રજાઓને હાંકી કાઢીને તમાંરી સરહદ વિસ્તારી આપીશ.
25 “તમાંરે યજ્ઞ ચઢાવીને એનું લોહી ખમીરવાળી રોટલી સાથે મને ધરાવવું નહિ. પાસ્ખાપર્વ યજ્ઞનો કોઈ ભાગ સવાર સુધી રાખી મૂકવો નહિ.
26 “પ્રતિવર્ષ તમાંરી જમીનનો પ્રથમ પાકનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા દેવ યહોવાના મંદિરમાં લઈને આવવું.“તમાંરે લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”
27 યહોવાએ મૂસાને કહ્યું, “આ શબ્દો તું લખી લે, કારણ તારી સાથે અને ઇસ્રાએલ સાથે મેં એ પ્રમાંણે કરાર કર્યો છે.”
28 તેથી મૂસા 40 દિવસ અને 40 રાત અન્નજળ લીધા વિના યહોવા સાથે રહ્યો અને તેણે કરારના શબ્દો-દશ આજ્ઞાઓ તકતી ઉપર લખી.
29 છેલ્લે મૂસા કરારની બે તકતીઓ લઈને સિનાઈ પર્વત ઉપરથી નીચે ઊતર્યો, ત્યારે તે જાણતો ન હતો કે યહોવાની સમક્ષ રહેવાથી તેનો ચહેરો પ્રકાશતો હતો.
30 હારુન અને ઇસ્રાએલીઓ મૂસાના ચહેરાને પ્રકાશતો જોઈને તેની પાસે જતાં ગભરાતાં હતાં.
31 આથી મૂસાએ તેઓને પાસે બોલાવ્યા ત્યારે હારુન અને લોકોના આગેવાનો મૂસા પાસે ગયા અને મૂસાએ તેમની સાથે વાત કરી.
32 તે પછી સર્વ ઇસ્રાએલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાએ જે બધાં આદેશો આપ્યા હતા તે બધા તેણે લોકોને સંભળાવ્યા.
33 જ્યારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના મોં ઉપર ઘૂંઘટ ઢાંકી દીધો.
34 જ્યારે જ્યારે તે યહોવા સમક્ષ વાત કરવા જતો, ત્યારે ત્યારે ઘૂંઘટ દૂર કરતો અને બહાર આવતાં સુધી ઘૂંઘટ પાછો ઢાંકતો નહિ. પછી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હોય તે તે ઇસ્રાએલીઓને કહી સંભળાવતો,
35 તે સમયે ઇસ્રાએલીઓને મૂસાનો ચહેરો પ્રકાશતો દેખાયો તેથી તે યહોવા સાથે ફરી વાત કરવા જતાં સુધી ઉપર પાછો ઘૂંઘટ નાખી દેતો.