નિર્ગમન

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40


પ્રકરણ 25

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તેઓ માંરા માંટે ભેટ ઉધરાવે; પ્રત્યેક માંણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમાંરે ભેટ તરીકે સ્વીકારવું.
3 તમાંરે તેમની પાસેથી આટલી વસ્તુઓ ભેટમાં સ્વીકારવી; સોનું, ચાંદી તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન;
4 શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,
5 ઘેટાનાં પકવેલાં લાલ રંગમાં રંગેલાં ચામડાં, તથા સીલ (માંછલી) નાં કુમાંશદાર ચામડાં, અને બાવળનાં લાકડાં.
6 દીવા માંટે તેલ, અભિષેકના તેલને માંટે તથા સુવાસિત ધૂપને માંટે સુગંધીઓ,
7 ઉરપત્ર અને એફોદમાં જડવા માંટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.”
8 “અને તેઓ માંરા માંટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમની વચ્ચે રહી શકું.
9 હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાંનનો નમૂનો બતાવું તે પ્રમાંણે તમાંરે તે બનાવવું.
10 “બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો.
11 અને તેને અંદરથી ને બહારથી ચોખ્ખા સોનાથી મઢી લેવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
12 પછી તેને ઊંચકવાનાં ચાર સોનાનાં કડાં બનાવવાં અને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
13 બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
14 અને કોશને ઉપાડવા માંટે એ દાંડા દરેક બાજુના કડામાં પરોવી દેવા.
15 દાંડા કોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
16 “અને હું તને કરારના સ્માંરક તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે,
17 વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું ઢાંકણું તમાંરે બનાવવું.
18 અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા.
19 અને એક દેવદૂત એક છેડા પર, ને બીજા ઢાંકણના બીજા છેડા પર બેસાડવો, એ દેવદૂત ઢાંકણની સાથે એવી રીતે જોડી દેવા કે ઢાંકણ અને દેવદૂતો એક થઈ જાય.
20 એ દેવદૂતોની પાંખો ઊચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેમનાં મોં એકબીજાની સામે હોય અને તે ઢાંકણ તરફ વળેલાં હોય.
21 “એ ઢાંકણ કોશ ઉપર મૂકવું અને કોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
22 પછી હું તને ત્યાં મળીશ. અને કરારકોશ ઉપરના બે કરૂબદેવદૂતોની વચ્ચેથી હું તને ઇસ્રાએલીઓ માંટેની માંરી બધી આજ્ઞાઓ આપીશ.”
23 “વળી તું બાવળના લાકડાનો બે હાથ લાંબો, એક હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક મેજ બનાવજે.
24 અને તું તેને શુદ્ધ સોનાથી મઢજે, ને તેને ફરતી સોનાની કિનારી બનાવજે.
25 અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવજે, અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.
26 અને એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવજે અને તેને ચાર ખૂણે ચાર પાયા સાથે જડી દેજે.
27 મેજને ઉપાડવા માંટેની દાંડીઓ પરોવવાના કડાં કિનારની પાસે મૂકવાં.
28 અને મેજ ઊચકવા માંટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
29 મેજ માંટે વાસણો બનાવજે; રકાબીઓ, વાટકા, પેય અને નૈવેધ માંટેના વાટકા તથા કડછીઓ; એ બધાં શુદ્ધ સોનાનાં બનાવજે.
30 અને એ મેજ પર હંમેશા માંરી સંમુખ મને ધરાવેલી રોટલી મૂકી રાખજે.
31 “વળી, એક શુદ્ધ સોનાની દીવી બનાવજે. તે દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવજે, તેનાં શોભાના ફૂલો, કળીઓ અને પાંદડીઓ, દીવી સાથે જડીને એક કરી દેવાં.
32 “એ દીવીને છ શાખા હોય-બંને બાજુએ ત્રણ ત્રણ.
33 એ છમાંની દરેક શાખાને બદામના ફૂલના ઘાટનાં ત્રણ શોભાનાં ફૂલ હોય, અને પ્રત્યેકને કળીઓ અને પાંદડીઓ હોય.
34 દીવીની થાંભલીને બદામનાં ફૂલના ઘાટનાં ચાર શોભાના ફૂલ હોય અને દરેકને કળીઓ અને પાંખડીઓ હોય,
35 દીવીને છ ડાળી હોવી જોઈએ-દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ, શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય, એ કળીએ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
36 અને બધુંજ શુદ્ધ સોનાની એક જ ડાળકીમાંથી ઘડીને બનાવેલું હોય.
37 દીવી માંટે સાત કોડિયાં બનાવવાં અને એવી રીતે ગોઠવવાં કે તેમનો પ્રકાશ સામેની બાજુએ પડે.
38 એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાના હોવા જોઈએ.
39 આ બધાં સાધનો બનાવવા માંટે 75 પૌંડ શુદ્ધ સોનું વાપરજે.
40 તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાંણે આ બધું બનાવવાની કાળજી રાખજે.