નિર્ગમન
પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40
પ્રકરણ 26
1 યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે.
2 પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; બધાજ પડદા એક સરખા માંપના હોય.
3 પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય.
4 પડદાના એક સમૂહ પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકવાં. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એમ જ કરવું.
5 એક પડદામાં તું 50 નાકાં બનાવજે, ને બીજા સમૂહના પડદામાં 50 નાકાં બનાવજે અને નાકાં એકબીજાની સામસામાં આવવા જોઈએ.
6 પછી 50 કડીઓ સોનાની બનાવને બંને પડદાને સાંધી દેવા જેથી મંડપનો એક સળંગ તંબુ બનશે.
7 “આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા.
8 અગિયાર પડદા એક સરખા માંપના હોવા જોઈએ, પ્રત્યેક 30 હાથ લાંબા અને 4 હાથ પહોળા.
9 એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને એક પડદો બનાવવો; બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવવો. એમાંનો છઠ્ઠો પડદો મંદિરના પ્રવેશદ્વાર ઉપર બેવડ વાળવો.
10 અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં; ને બીજા સમૂહના પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.
11 અને કાસા 50 કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બંને પડદાંને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.
12 અને તંબુ ઉપરથી વધારાનો લટકતો રહેતો અડઘો પડદો મંડપના પાછલા ભાગ પર લટકતો રાખવો.
13 તંબુની બંને બાજુએ પડદાઓ એક હાથ તંબુના છેડેથી નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર તંબુને સંપૂર્ણ રીતે ઢાંકશે.
14 તંબુ માંટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનો બીજો ઓઢો બનાવવો અને તેના પર આચ્છાદન માંટે કુમાંશદાર ચામડાનું ઢાંકણ બનાવવું.
15 “પવિત્રમંડપની આધાર તરીકે બાવળનાં પાટિયાં બનાવી ઊભાં મૂકવાં.
16 પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું હોય.
17 પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલી બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.
18 પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માંટે 20 પટિયા બનાવવાં.
19 અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માંટે તેની નીચે બે કૂંભી એમ કુલ 40 ચાંદીની કૂભીઓ બનાવવી.
20 એ જ પ્રમાંણે મંડપની ઉત્તરની બાજુ માંટે પણ 20 પાટિયાં,
21 અને 40 ચાંદીની કૂભીઓ બનાવવી જેથી દરેક પાટિયા નીચે બબ્બે કૂભી આવે.
22 પવિત્ર મંડપની પશ્ચિમ તરફની પાછલા ભાગ માંટે છ પાટિયાં બનાવવાં.
23 અને મંડપના પાછલા ભાગના બે ખૂણાને માંટે તું બે પાટિયાં બનાવ.
24 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને તે ઠેઠ ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખુણાઓમાં એમ કરવું. બે ખૂણા માંટેનાં બે પાટિયાં આ રીતે બનાવવાં એટલે બે ખૂણા બની જશે,
25 આમ, આઠ પાટિયાં અને 16 ચાંદીની કૂભી હશે. પ્રત્યેક પાટિયા નીચે બબ્બે કૂભીઓ રાખજે.
26 “વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુના પાટિયાંને માંટે પાંચ,
27 ને પવિત્ર મંડપની બીજી બાજુના પાટિયાં માંટે પણ પાંચ ભૂંગળો, તેમજ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માંટે પાંચ.
28 વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.
29 “વળી પાટિયા સોનાથી મઢાવવાં. અને વળીઓ ભેરવવા માંટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને વળીઓને પણ તું સોનાથી મઢાવજે.
30 પર્વત પર તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં બતાવ્યો છે તે પ્રમાંણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.
31 “તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણાનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માંટે બનાવજે. એના ઉપર જરીની કલામય રીતે કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરાવજે.
32 સોનાની કૂંભીઓમાં બેસાડેલી બાવળની સોનાથી મઢેલી અને આંકડીઓવાળી ચાર થાંભલીઓ ઉપર તેને લટકાવવો.
33 એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદો પાડશે.
34 પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર ઢાંકણ ઢાંકી દેજે.
35 “પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ તે ખાસ મેજ બનાવ્યુ છે તે મુકવું. તે તંબુની ઉત્તર બાજુએ મુકવું, પછી દીવી ને દક્ષિણ તરફ બાજઠની સામે મુકવી.
36 “વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માંટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરીનું સુંદર ભરતકામ કરેલો પડદો કરાવજે.
37 અને એ પડદા માંટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી કરાવજે અને એ થાંભલીઓ માંટે કાંસાની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.”