2 શમએલ

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24


પ્રકરણ 20

1 બિખ્રીને શેબા નામે એક પુત્ર હતો, જે એક બિન્યામીની હતો, અને દુષ્ટ અને સંતાપ આપનાર હતો, તેણે દાઉદ સામે રણશિંગું ફૂંકીને કહ્યું,“દાઉદ સાથે અમાંરે કોઇ સંબંધ નથી. યશાઇના પુત્ર સાથે અમાંરે કોઇ સંબંધ નથી! ઇસ્રાએલીઓ, તમે સૌ તમાંરે ઘેર જાઓ!”
2 આથી ઇસ્રાએલના બધા લોકો દાઉદને છોડીને બિખ્રીના પુત્ર શેબાની સાથે ગયા. પરંતુ યહૂદાના લોકો રાજાની સાથે રહ્યા અને તેની સાથે યર્દનથી યરૂશાલેમ ગયા.
3 દાઉદ યરૂશાલેમમાં પોતાના મહેલમાં ગયો, ત્યાં તેને દસ ઉપપત્નીઓ હતી જેને મહેલને વ્યવસ્થિત રાખવા માંટે રાખી હતી અને મહેલનો ચોકીપહેરો કરવા રાખી હતી. તેણે તેમનું ભરણપોષણ કર્યું અને તેઓને ખોરાક અને કપડાં આપ્યા, પણ કદી તેમની સાથે સૂતો નહિ, તેના મૃત્યુ પર્યંત તેણે તેઓને છતે પતિએ વિધવાની જેમ મહેલમાં રાખી હતી.
4 પછી રાજાએ અમાંસાને કહ્યું, “યહૂદાના માંણસોને લડવા માંટે ભેગા કર, અને ત્રણ દિવસમાં માંરી સમક્ષ પાછો હાજર થઈ જા.”
5 તેથી અમાંસા યહૂદાના માંણસોને બોલાવવા ગયો; પણ તેને રાજાએ ઠરાવેલી મુદત કરતા પાછા ફરવામાં વિલંબ થયો.
6 તેથી દાઉદે અબીશાયને કહ્યું, “હવે બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં વધુ હેરાન કરશે. માંરા અંગરક્ષકોને લઈને તેનો પીછો કર, નહિ તો તે કિલ્લેબંધીવાળાં નગરોમાં પહોંચી જશે. અને આપણા હાથમાંથી છટકી જશે.”
7 આથી યોઆબના માંણસો, રાજાના અંગરક્ષકો અને બધા યોદ્ધાઓ અબીશાયની સાથે બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા યરૂશાલેમથી બહાર નીકળ્યા.
8 જયારે તેઓ ગિબયોનમાં મહાશિલા આગળ પહોંચ્યા ત્યારે તેમને અમાંસાનો ભેટો થયો. યોઆબે યુદ્ધનો વેશ ધારણ કર્યો હતો અને તેની ઉપર તેણે પટ્ટો ચડાવી તેમાં મિયાન સાથે તરવાર લટકાવી હતી, તે જરા આગળ વધ્યો એટલામાં તરવાર પડી ગઈ.
9 યોઆબે અમાંસાને કહ્યું, “કેમ માંરા ભાઈ, કુશળ તો છે ને?”અને તેને ચુંબન કરવા માંટે તેણે તેનો જમણા હાથ લંબાવી તેણે તેની દાઢી પકડી.
10 પણ યોઆબના હાથમાંની તરવાર વિષે અમાંસા સાવધાન ન હતો. યોઆબે તેના પેટમાં તરવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડાં જમીન પર પડ્યા, તરત જ તે મૃત્યુ પામ્યો. યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ,ત્યારબાદ યોઆબ અને તેનો ભાઈ અબીશાય બિખ્રીના પુત્ર શેબા પાછળ પડયા.
11 યોઆબના માંણસોમાંના એકે અમાંસાના શબ પાસે ઊભા રહીને પોકાર કર્યો, “જેઓ યોઆબ અને દાઉદના પક્ષમાં હોય, તેઓ બધા યોઆબ સાથે જાય!”
12 પરંતુ લોહીથી તરબોળ અમાંસા વચ્ચે પડયો હતો. યોઆબના યુવાન સૈનિકે જોયું કે અમાંસાના શબને જોવા માંટે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, તેથી તેણે તેના શબને રસ્તા પરથી લઇને ખેતરમાં મૂક્યું અને તેના ઉપર ચાદર ઢાંકી દીધી.
13 અમાંસાને રસ્તા ઉપરથી ખસેડી નાખ્યા પછી બધા લોકો યોઆબની પાછળ તેની સાથે જોડાવા અને બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા ગયા.
14 શેબા ઇસ્રાએલના બધા કુળો પાસે થઈને રસ્તામાં આવતા આબેલ-બેથ-માંઅખાહ પાસે ગયો અને ત્યાં બિખ્રીઓના કુટુંબના બધા મૅંણસો તેની આસપાસ એકઠા થઈ ગયા અને તેની પાછળ નગરમાં ગયા.
15 યોઆબનું લશ્કર આવી પહોંચ્યું, અને તેઓએ આબેલ- બેથ-માંઅખાહને ઘેરી લીધું. નગરની દીવાલની સામે કચરાનો ઢગલો ઉભો કર્યો અને નગરની દીવાલને તોડી પૅંડવા માંટે દીવાલમાંથી પથ્થરો તોડવાનું શરું કર્યું.
16 ત્યારે શહેરની એક ચતુર સ્ત્રીએ કોટ ઉપર ઊભા રહીને બૂમ પૅંડીને કહ્યું, “સાંભળો, સાંભળો યોઆબને કહો કે અહીં આવે, માંરે તેની સૅંથે વાત કરવી છે.”
17 આથી યોઆબ આગળ આવ્યો અને પેલી સ્ત્રીએ તેને પૂછયું, “તમે યોઆબ છો?”તેણે જવાબ આપ્યો, “હા, હું યોઆબ છું.”એટલે સ્ત્રીએ કહ્યું, “તો કૃપા કરીને માંરી વાત સાંભળો.”યોઆબે કહ્યું, “હું સાંભળું છું.”
18 તેથી તેણે કહ્યું, “જૂના જમાંનામાં લોકો એમ કહેતા કે, ‘મદદ માંટે આબેલ જાઓ અને તે તમને મળશે.’
19 આ શહેરના ઘણા વિશ્વાસુ અને શાંત મૅંણસોમાંની હું એક છું. તમે ઇસ્રાએલનું એક મોટું અને મહત્વના શહેરનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શા માંટે તમે યહોવાની મિલકતનો નાશ કરવા માંગો છો?”
20 યોઆબે કહ્યું, “ના, ના, માંરો એવો ઇરાદો હોય જ નહિ, માંરે તમાંરા શહેરનો નાશ કરવો નથી.”
21 વાત એમ નથી. પણ એફ્રાઇમના પર્વતીય પ્રદેશનો એક મૅંણસ, બિખ્રીનો પુત્ર શેબા છે, તેણે રાજા દાઉદ સામે બળવો કર્યો છે, તે મૅંણસ અમને સોંપી દો એટલે હું તમાંરા નગરનો ઘેરો ઉઠાવી લઈને નગરને શાંતિમાં રહેવા દઈશ.”એટલે પેલી સ્ત્રીએ કહ્યું, “જો એમ હોય તો તેનું માંથું અમે કોટ ઉપરથી તમાંરા તરફ નાખીશું,”
22 પદ્ધી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ અને તેમને સમજાવ્યાં. તેમણે શેબાનું માંથું કાપી નાખ્યું અને કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પદ્ધી તેણે રણશિંગડું ફૂંકાવ્યું અને આખા લશ્કરે ઘેરો ઉઠાવી લધો, અને સૌ પોતપોતાને ઘેર પાછા ગયા, પદ્ધી યોઆબ રાજા પાસે પાછો યરૂશાલેમ ગયો.
23 યોઆબ લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકોનો નાયક હતો.
24 અદોરામ લોકો પાસે વેઠ કરાવવા માંટે જવાબદાર હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઐતિહાસીક બનાવોની નોધ રાખનાર હતો.
25 શેવા મંત્રી હતો, અને સાદોક અને અબ્યૅંથાર યાજકો હતા.
26 અને યાઈરનો ઈરા દાઉદનો મુખ્ય સેવકહતો.