ઊત્પત્તિ

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50


પ્રકરણ 46

1 એટલા માંટે ઇસ્રાએલે પોતાની મિસરની યાત્રાનો પ્રારંભ કર્યો. પહેલાં તે બેર-શેબા પહોંચી ગયો. ત્યાં તેમણે પોતાના પિતા ઇસહાકના દેવની ઉપાસના કરીને યજ્ઞો અર્પણ કર્યા.
2 રાત્રે દેવે ઇસ્રાએલને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, યાકૂબ.”અને ઇસ્રાએલે જવાબ આપ્યો, “હું અહીં છું.”
3 પછી દેવે કહ્યું, “હું દેવ છું. તમાંરા પિતાનો દેવ. મિસર જતાં જરા પણ ગભરાઈશ નહિ, કારણ કે હું ત્યાં તારાથી એક મોટી પ્રજા નિર્માંણ કરીશ;
4 હું તારી સાથે મિસર આવીશ; અને હું ચોક્કસ તને પાછો લાવીશ; અને યૂસફને હાથે જ તારી આંખો મીંચાશે.”
5 પછી યાકૂબે બેર-શેબા છોડયું અને મિસર સુધી યાત્રા કરી. તેને લેવા માંટે ફારુને જે ગાડાં મોકલ્યાં હતાં તેમાં ઇસ્રાએલના પુત્રો પોતાના પિતા યાકૂબને, પોતાના પુત્રોને અને વહુઓને લઈ ગયાં.
6 તેઓ પોતાનાં ઢોરઢાંખર તથા માંલમિલકત જે કનાન દેશમાંથી પ્રાપ્ત કરી હતી તે લઈને યાકૂબ તથા તેમનું આખું કુટુંબ તેમની સાથે મિસર આવ્યું.
7 એટલે તેના પુત્રો તથા તેની સાથે તેના પુત્રોના પુત્રો, ને તેની પુત્રીઓ તથા તેના પુત્રોની પુત્રીઓને તથા તેનાં સર્વ સંતાનને તે પોતાની સાથે મિસરમાં લાવ્યો.
8 યાકૂબની સાથે મિસરમાં આવનારાઓનાં નામ આ છે, એટલે યાકૂબ તથા તેના પુત્રો: યાકૂબનો સૌથી મોટો પુત્ર રૂબેન
9 અને રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કામીર્.
10 શિમયોનના પુત્રો: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઉલ, જે એક કનાની સ્ત્રીથી જન્મ્યો હતો.
11 લેવીના પુત્રો: ગેશોર્ન, કહાથ તથા મરારી.
12 અને યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલાહ, પેરેસ, અને ઝેરાહ. પરંતુ એર અને ઓનાન તો કનાનમાં જ અવસાન પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.
13 ઈસ્સાખારના પુત્રો: તોલા, પુવાહ, યોબ અને શિમ્રોન.
14 ઝબુલોનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ હતો.
15 એ લેઆહના પુત્રો છે, જેઓ મેસોપોટામિયામાં યાકૂબથી લેઆહના પેટે જન્મેલા છે. એ ઉપરાંત તેની પુત્રી દીનાહ હતી. તેના પુત્રો અને પુત્રીઓ સર્વ મળીને
33 જણ હતાં.
16 અને ગાદના પુત્રો: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી અને આરએલી.
17 આશેરના પુત્રો: યિમ્નાહ, યિસ્યા, યિસ્વી, બરીઆહ અને તેમની બહેન સેરાહ, બરીઆહના પુત્રો: હેબર અને માંલ્કીએલ.
18 લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી. ઝિલ્પાહને યાકૂબથી થયેલા આ પુત્રો છે. તેઓ સર્વ મળીને કુલ સોળ હતા.
19 યાકૂબની પત્ની રાહેલના પુત્રો: યૂસફ તથા બિન્યામીન.
20 અને યૂસફને મિસર દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પેટે મનાશ્શા અને એફ્રાઈમ અવતર્યા હતા.
21 બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નાઅમાંન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.
22 તે યાકૂબથી રાહેલને પેટે જન્મેલા કુલ ચૌદ છે.
23 દાનનો પુત્ર: હુશીમ.
24 નફતાલીના પુત્રો: યાદસએેલ, ગૂની, યેસર, અને શિલ્લેમ.
25 લાબાને પોતાની પુત્રી રાહેલને જે બિલ્હાહ આપી હતી તેના પુત્રો એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને કુલ સાત જણ હતા.
26 યાકૂબના પુત્રોની પત્નીઓ સિવાય તેનાથી જન્મેલા જે સર્વ માંણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ કુલ છાસઠ જણ હતાં.
27 યૂસફને મિસરમાં બે પુત્રો પ્રાપ્ત થયા હતા, તેના પરિવારમાં મિસર આવનારા કુલ સિત્તેર હતાં.
28 યહૂદાને ઇસ્રાએલે પોતાના પહેલાં યૂસફ પાસે મોકલી આપ્યો જેથી યૂસફ તેને ગોશેનમાં મળે.
29 પછી તેઓ ગોશેનમાં પહોચ્યાં. ત્યારે યૂસફ રથ જોડીને તેના પિતા ઇસ્રાએલને મળવા માંટે ગોશેનમાં ગયો; અને તેને જોતાની સાથે જ તે તેને કોટે વળગી પડયો અને તેને ભેટીને ઘણા સમય સુધી રડયો.
30 ઇસ્રાએલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું, તને જીવતો જોયો, હવે ભલે માંરું મરણ શાંતિથી થશે.”
31 પછી યૂસફે પોતાના ભાઈઓને અને પોતાના પિતાના પરિવારને કહ્યું, “હું જઈને ફારુનને જાણ કરું છું કે, ‘કનાનમાં રહેતા માંરા ભાઈઓ અને માંરા પિતાના પરિવારના માંણસો માંરી પાસે આવી પહોંચ્યા છે.
32 એ લોકો ભરવાડ છે, કારણ કે તેઓ પશુ પાલનનો ધંધો કરે છે. એ લોકો પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંખર તથા તમાંમ ઘરવખરી લઈને આવ્યા છે.’
33 અને કદાચ ફારુન તમને બોલાવે અને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’
34 ત્યારે તમે કહેજો કે, ‘તમાંરા સેવકોનો, એટલે અમાંરો તથા અમાંરા પિતૃઓનો ધંધો નાનપણથી આજપર્યંત ઢોર ઉછેરનો છે;’ કે, જેને કારણે તમે ગોશેન પ્રાંતમાં રહી શકશો. કારણ કે ભરવાડ માંત્રને મિસરીઓ નફરત કરે છે.”